My Lavari

૨૦ મી સદી નુ જીવતુ જગતુ નર્ક – ” આઉશવિત્ઝ”

આઉશવિત્ઝ સાંભળી ને લોકો કહેશે આ વળી શુ છે ??

થોડુ તમારા મગજ ને કષ્ટ આપી કરો, ને હિટલર સુધી જાવ. આવે છે યાદ ? હિટલરે લાખો જ્યુ લોકો ને ગેસ ચેમ્બર માં ગુંગળાવી મારી નાખ્યા હતા..બસ કદાચ આપણે આટલુ જ સાંભળ્યુ હશે, પણ આ તો ખાલી નાનો અંશ જ છે..

હિટલર ને જ્યુ લોકો પ્રત્યે ખુબ જ સખત નફરત હતી, જર્મની, પોલેન્ડ, ફ્રાન્સ, વગેરે મા જ્યુ લોકો ખુબ જ આગળ હતા….હિટલર ને તેનાથી જલન થતી,

હિટલર અને તેના નાઝીઓએ આ લોકો પર જે અત્યાચારો કર્યા તે કદાચ નર્ક માં યમરાજ પણ કરતા શરમાય
આ બધા અત્યાચાર માટે હિટલરે એક ખાસ છાવણી બનાવી હતિ જે છે  “આઉશવિત્ઝ “

નાઝીઓ એ જે અત્યાચારો કર્યા તે લખવા જઈએ તો પાનાઓ કે બૂક ભરાઈ જાય ને તોય ઓછ પડે, પણ છતા પ્રયત્ન કરી સંક્ષિપ્ત માં થોડો અંશ અહી રજુ કરુ છુ, જેથી લોકો ને થોડિ જાણ થાય..

હિટલર પાસે વાણી નો જાદુઈ ચમત્કાર હતો, આનો દુરુપયોગ કરી તેણે બધા જર્મનો ( નાઝીઓ) ને ખુબ ભડકાવ્યા કે જ્યુ લોકો જ આપના ખરા દુશ્મનો છે, જો તમે લોકો ખરા મર્દ હોય તો તેનો જર્મની માંથી જડમુળ થી નાશ કરો, એક પણ જ્યુ બચવો ના જોઈએ…

અને પછી શરુ થયુ અત્યાચાર નુ ફિલ્મ…
નાઝિઓ એ જ્યા જ્યા જ્યૂ લોકો દેખાયા ત્યા જઈ તેના મકાનો, દુકાનો માં ભાંગ-ફોડ કરિ, સમાન ફેક્યા, સળગાવ્યા,

પોતાના જ દેશ મા જ્યુ લોકો ગુલામ બન્યા હતા ( આઇનસ્ટાઇન પણ જ્યુ જ હતા, અને એ માટે જ તે જર્મની છોડિ અમેરિકા ચલ્યા ગયા હતા)

પછી ધીરે ધીરે નાઝિઓ જ્યુઓ ને પકડી પકડિ આઉશવિત્ઝ ની છાવણી માં પુરવા લગ્યા, જ્યુઓ ની ઓળખ માટે ગરમ કરેલા સળીયાઓ થી તેના શરીર પર સ્ટાર નુ નિશાન કરવામાં આવતુ
લાખો ની સંખ્યા મા અલગ અલગ જગ્યા એ થી અહીં જ્યુઓ ને ભેગા કર્યા, કાળ કોટડી માં ઠાંસી ને ભર્યા, અને પછી જેમ પ્રયોગ શાળા માં કેમીકલ્સ સાથે પ્રયોગ થાય તેમ અહી લોકો સાથે જુદી જુદી મૌત ની પધ્ધતી ના પ્રયોગો થતા…

સ્ત્રીઓ ને નગ્ન કરી, તેના માથા ના વાળ ખેરવી ટકો કરાવી કતાર મા દિવસો સુધી ખડી કરવામાં આવતી,
ને પછી દસ દસ ની એક કતાર કરી તેને બંધુક ધારી નાઝીઓ ગોળી એ દેતા , તો ઘણી વાર તેની સાથે બળાત્કાર પણ થતા…

તિક્ષ્ણ સોયો ને આંગળા માં ઘુસાડતા, હાથ બાંધી સળગતી સગડિ પર કલાકો સુધી મોં રાખવામાં આવતુ, ને પછી તેને તરફડી ને મરવા માટે છોડી મુકતા, કડકડતી ઠંડ માં બરફ પર સુવાડી તેના પર ઠંડા પાણી ની પાઈપ છોડતા,

જર્મન સાયન્ટીસ્ટો મૌત ની નવી રિતો શોધવામાં વ્યસ્ત રહેતા..

રોજ લાખો જ્યુઓ ને પકડી અહી ટ્રેન દ્વારા લવાતા, ટ્રેન માંથી ઉતરે એટલે તેનુ આયુષ્ય માત્ર ૧૫ દિવસ નુ જ હોય….

જેલ જેવી જ અહિ અનેક કોટડિઓ હતી, જેમા બધા ને ખીચો ખીચ ભરી ને પછી કાર્બન મોનોક્સાઈડ છોડવામા આવતો
તો ક્યારેક ઝેરી ઇંજેકશનો આપતા,
ક્યારેક ઉંડા ખાડાઓ કરી, કતાર મા લોકો ને ઉભા રખી એક પચી એક ને તેમાં ધકો મારી ને મારી નાખવામાં આવતા, તો ક્યારેક સાઈનાઈડ ના ઝેરી ફુવારાઓ લોકો પર છાંટતા ને મજા લૂંટતા, લોકો તો જાણે જંતુઓ મરે તેમ થોડિ જ વાર માં ટપો ટપ મરવા લાગતા, ને થોડિ જ વાર માં લાશો નો ઢેર થઈ જતો..

ત્યાર બાદ એક સાયન્ટિસ્ટે ઓછી મહેનતે વધુ લોકો ને મારવાની ગેસ ચેમ્બર ની રીત શોધી, જેમ આપણે કેરોસિન- પેટ્રોલ ની લાઈન માં ઉભા રહિએ તેમ જ્યુ લોકો ને ગેસ ચેમ્બર ની બહાર મરવા માટે ઉભા રખાતા, અને ખાવાનુ કશુ કશુ જ આપવામા ના આવ્તુ, કેટલાય તો ચેમ્બર મા જતા પહેલા જ ભુખ્યામરી જતા…
માત્ર થોડિ જ સેકન્ડો માં લાશો ન ઢગલાઓ થઈ જતા, ને પછી બધા ને સામુહીક રીતે બાળી દેવાતા, જો ભુલ થિ કોઇ બચ્યુ પણ હોય તો તેને જીવતા જ પકડી ને આગ ની ભઠી મ રીંગણા શેકાય તેમ શેકી નાખતા…અત્યાચારો ની કોઇ જ હદ ના હતી અહીં..

નાઝીઓ એટલા તો ક્રુર હતા કે તેના હ્રદય પથ્થર ના નહી પણ ગ્રેનાઈટ જેવા મજબુત હતા…જ્યુ લોકો ને અલગ અલગ રીતે મારવા નો તેને ખુબ જ આનંદ આવતો
આ તો માત્ર એક છાવણી નિ વાત થઈ, આવી કુલ ૨૨ હતી, જેમા આ સૌથી વધૂ ખતરનાક હતી..

બીજા વિશ્વયુધ્ધ પછી આ બધી જ હકિકતો બહાર આવી, ત્યા સુધી કોઇ ને પણ આ વાત ની ગંધ આવી ના હતી..

૨૦ મી સદી ની સૌથી ખતરનાક, જીવલેણ, અને શરમજનક ઘટના આ છે, એવુ ઈતીહાસકારો નોંધે છે

૨૦૦ વર્ષ મા જે અત્યાચારો અન્ગ્રેજો એ નથી કર્યા તે નાઝિઓ એ ૧૦ વર્ષ મા પોતાના જ દેશ ના જ્યુઓ પર કર્યા

આ લખ્યુ એ તો હજૂ થોડો અંઅશ છે, માત્ર TRAILER !
PICTURE   તો બાકી હે દોસ્તો

એ માટે આપ ” નાઝી નર-સંહાર” બૂક વાંચો એવી ભલામણ છે

- Vivek Tank

ભારત-સંસ્ક્રુતિ-નેતા- બાવા ( ALL IN ONE )

” આપણો દેશ, આપની  ખૂબ જ મહાન છે”

આ વાક્ય અત્યાર સુધી ની ઉંમર મા તમે વિવિધ લોકો ( રાજનેતા, ઢોંગી બાવાઓ કે ધર્મ ગુરુઓ) ના મોઢે કેટલી વાર સાંભળ્યો છે ?
સોરી હો ! હું તો એ ગણતરી કરી શક્તો જ નથી, કા.કે. અ વાક્ય મે એટલી બધી વાર સાંભળ્યુ છે કે હવે ગણતરી માં ભુલ પડિ ગઈ છે ( કદાચ તમને પણ પડી શકે)

હવે ઉપર ના વાક્ય પર જરા વધુ નજર નાખો જોઇએ ભાઈઓ ( બાઇઓ પણ ) !! આપણો દેશ કેટલો મહાન છે એ તો આપણે બધા જાણિએ જ છીએ ને ( ભ્રષ્ટાચાર , ઢોંગ-ધતીંગ, અન્ધશ્રદ્ધા, ગરીબી, અને નીરક્ષતા માં )…જાણો છે ને ??

બસ ખાલી અન્ના હઝારે એ આ મહાનતા ને પડકારી છે, એટલે ગધેડા સમાન આપણા રજનેતાઓ દેશ ની મહાનતા ટકાવી રાખવા બહુ જ પરસેવો પાડી રહ્યા છે હાલ ( પોતાની એ.સી. ચેમ્બર માં)

ખોટુ ના લગાડતા દોસ્તો, પણ તમનેય ખબર ચી અને મને પણ કે આ લોકો આપણી ની સુફીયાણી વાતો ના પોલા પપુદઓ જ વગદે ચે અનેન ભોળી પ્રજા ને છેતરે છે, અને એ લોકો પછી એને લઈને મહાન મહાન કરી ને પોતનો એકો બતાવે …..( જે હોય ખરેખર જોકર)
એવી સુફીયાણી વાતો મા ગામડ ના નિરક્ષર લોકો તરત જ આવી જાય, અને એવા જ લોકો નો રાજનેતાઓ અને પાખંડી બાવાઓ ફાયદો ઉઠાવતા હોય છે..

આપણે મહાન , આપણે મહાન એવુ કહી કહી ને બાવાઓ એ આપણી પ્રગતી ની પથારી ફેરવી નખી છે, લોકો ને જ્યાં છે ત્યાં જ રહેવા દીધા છે, અને હંમેશા વિકાસ આડા હાથ કર્યા છે

“પરીવર્તન સંસાર નો નિયમ છે ” સમય સાથે બદલાવુ તો પડે જ ને, સંસ્ક્રુતિ માં પણ પરીવર્તન આવે, પહેલા આદીમાનવ ઝાડ-પાન- છલ થી શરીર ઢાંક્તો, એ એની સંસ્ક્રુતિ હતી. તો શું આપણે હજુ એ જ ચાલુ રખવુ ?
ના….Revolution make survive us……….

” આપણે આપણી અને મર્યાદા જાળવવી જોઇએ” આવુ કહેનાર વડીલ ને એક સવાલ છે કે,

સ્ત્રીઓ ને ગામડામાં મર્યાદા ના નામે ” લાજ” કઢાવવામાં આવતી, બીચારી ગામ થી દૂર દૂર લાજ કાઢી ને પાણી ભરવા જતી હોય, પગ મા ઠેબૂ આવી જાય તો પણ ખબર ના પડે…પણ તોયે લાજ તો કાઢવાનિ જ … કા.કે. આ તો આપણી મર્યાદા છે, ( હાય રે મર્યાદા!! )

એ મર્યાદા ની વાત માં સ્ત્રીઓ પર નો અત્યાચાર કદી કોઈ ને નજરે ના આવ્યો ?
એટલે મર્યાદા આપણી માં છે, પણ સાથે સાથે અત્યાચાર કરવો એ પણ ???

અને તોયે આવી વાતો ને આપણે મહાન માનીએ છીએ.. ???
લોકો ચંદ્ર પર પહોંચી ને તેનુ મુખ જોઇ આવ્યા, પણ અહી એક સ્ત્રી નુ મુખ લાજ વીના જોવા માં મર્યાદા નડે ?? ( હા હા હા)

” આપનુ મુખ જોઇ મન માં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે ” જેવી ગઝલ રચના લાજ કાઢ્તા રહે બધા તો લખાઇ ના શકાય…

આવી વાતો માં ગર્વ નહી , શરમ અનુભવવી જોઇએ ( આવી તો કેટલીયે વાતો છે )
પણ તોયે બાવાઓ-રજનેતાઓ આવી સભ્યતાની, ની વાતો નો લોકો પર મારો ચલાવી તેને ટકાવી રાખવાની સુફયાણી સલાહ આપતા હોય છે ( એટલે તેનુ તો પાટીયુ રળતુ રહે )

પશ્ચિમ ની ખરાબ છે, એવુ ઠોકી બેસાડી, પોતાનુ પલ્લુ ધરાર ઉંચુ રાખનારા એ લોકો ને કહો કે ભાઇ ત્યાંની ટેકનોલોજી અને લાઇફ- સ્ટાઈલ સામે આપણે પાણી ભરવુ પડે,

અને અમેરિકા ની વાત કરીએ તો એ આગળ છે, કા.કે. તે વિશ્વ ની તમામ પ્રજા ને આવકારે છે, તે ટેલેન્ટ ની કદર કરે છે પછી તે કોઇ પણ દેશ નો ભલે હોય !

” વિવિધતા માં એક્તા ” તો આપણૂ સુત્ર છે પણ સાવ ખાલી કહેવા અને લખવા ખાતર…આપનો માભો બિજા દેશ સામે જમાવવા,
બાકી દર વર્ષે જાતિવાદ ના નામે દંગા-ફસાદ થતો જ રહે છે ( hindu-muslim, Poen-OBc-Sc-St )

અને આવા ઝઘડા કરાવવા મ મુખ્ય ફાળો ધર્મ ગુરુઓ અને રાજનેતાઓ નો જ હોય છે..( પોતાના સ્વાર્થ માટે તે લોકો ને શાણપણ થી ઉશ્કેરી ધર્મ-જાતી ના નામે કપાવી-મરાવી નાખે અને લોહિ ની નદીઓ પણ વહેવડાવી દે…અને તોયે આપણે મહાન…!!!!

યુવાનો ને એક મસ્ત સલાહ- જો તમારે ખૂબ નામ અને રુપિયા જોઇતા હોય તો બાવા બની જાવ, થોડા ગામડા માં સન્સક્રુતી ની સભ્યતાની સુફીયાણી વાતો કરો, એટલે જુઓ પછી તમારા પણ બહુ જ અનુયાયીઓ બનવા માંડશે, ને પછી તમારુ ટ્રસ્ટ અને લાખો રુપિયા… છે ને મસ્ત આઈડિયા ( ONE IDEA CAN CHANGE UR LIFE )….ha haa haaa

આવુ જ કંઈક વિચારી ને હવે શિક્ષણ વિભાગે નજીક ના વર્ષો માં ૨ નવા કોર્ષ ને માન્યતા આપવાનુ વિચાર્યુ છે

૧-Bachleor in Politics
૨-Bachleor in Sanyasi-Baava

કા.કે. તેઓને આ બ્રાન્ચ મા યુવાનો નુ સારુ ભવિષ્ય દેખાય છે….( પણ હમણા અન્ના ને કારણે આ વિચાર અટકી પડ્યો છે )

भाइ ए तो भारत हे, यहा सब चलता हे…गधे भी तो सरकर चलाते हे यहा….

Human vs God…!!

“મરઘી પહેલા આવી કે ઈંડુ ? “

શાળા ના શિક્ષકે, એક નાનકડા, નાજુક બાળક ને આ સવાલ નજાકત થી પુછ્યો,

બાળક તો વિચારતો જ રહિ ગયો,

અને વિચારતા વિચારતા ૨૦ વર્ષ નો થઈ ગયો, પણ તોયે એ વાત નો જવાબ ના મળ્યો કે ” મરઘી પહેલા કે ઈંડુ ?”

અને એ નાદાન બળક એટલે કોણ ? કદાચ હું, અને જવાબ તમને ના મળ્યો હોય તો કદાચ તમે પણ!!!

હવે આ પ્રશ્ન નો જવાબ ન શોધતા…ગણિત ની પૂર્વધારણા કે પ્રમેય સમજી આ વાત ને સાબીતી વિના જ સ્વીકારી લેજો કરણ કે બાળપણ મા આ પ્રશ્ન ને રમુજ કે ભોળપણ મા ખપાવી દેતા હશે બધા પણ ત્યારે કોઇ ને પુછશો તો મુર્ખ કે પછી નાસ્તિક ગણશે..

દુનીયા માં હજારો લોકો ના મન માં ઈશ્વર માટે ના લખો સવાલો સળવળે છે, પણ લોકો પુછતા ગભરાય છે…

અને કેટલાય સવાલો ના જવાબ મળવા અસંભવ છે, અરે ભાઇ એ માટે તો હવે આપણુ સાયન્સ ટાઈમ મશીન બનાવે તો આપણા જર્નાલીસ્ટ, કેમેરા મેન,ભુતકાળ માં જઈને તેમના ઇન્ટર્વ્યુ લે અને કઈક સાચી માહીતી જાણી લાવે અને પછી બધી ચેનલો પર બ્રેકીંગ ન્યુઝ મુકે તો થોડા ઘણા જવાબ મળી શકે ( જો કે પોલીટીક્સ તો ત્યારે પણ હતુ જ એટલે સાચી મહિતીની સ્યોરિટી નથી હો )

 

” હુ નસીબ માં નથી માનતો” આવુ કહેનારા તમે ઘણા લોકો ને જોયા હશે…કદાચ તમે પણ તેમાના એક હોવ… તો one min. plz …..આપણુ ભાગ્ય તો ઈશ્વરે લખ્યુ છે, એ જ આપણો ભાગ્ય વિધાતા છે એવુ તો બધાને ખબર જ હશે ને! હવે તમે ભાગ્ય મા નથિ માનતા , મતલબ કે ઈન્ડાયરેકટ્લી તમે કહી દીધુ કે તમે ઈશ્વર મા નથી માનતા..( તમે મન માં કહેશો હાય રે !! એવુ થોડુ કેવાય વળી ?? અમે તો રોજ મંદીરે જઈએ છીએ )

હા તો જાવ ને…એમા કોઇ ના થોડુ પાડી શકે ? પણ તમારા મન તોયે ઘણા સવાલો થવાના જ..કદચ તમને થાય, પણ મને તો થાય છે….અને તેના જવાબ મને તો મળતાઅ નથી ભાઇ..તમને મળે તો મારા સરનામે જરુર લખી મોકલાવજો હો….

 

જેમ કે ” ભગવાન શ્રી ક્રિશ્ના એટલા મહાન હોવા છતા તેણે મહાભારત માં કેટલીયે જગ્યાયે કપટ કેમ કર્યુ ?”

” પાંડવો અને તેમા પણ સત્યવાદી યુધીષ્ઠીરે જુગાર મા બધુ હારી ગયા બાદ પોતાની પત્ની દ્રોપદી ને જુગાર મા કેમ મુકી દિધી ? શુ એ સારા લક્ષણ કહિ શકાય ?”

” અગ્ની પરિક્ષા આપ્યા પછી પણ એક ધોબી ના કહેવાથી રામ જેવા સદાચરી, પવિત્ર અને ગર્ભવતી સીતા ને કાઢિ મુકે છે…શું એ એક મહીલા પર નો અત્યાચાર ના કહી શકાય??”

” કે પછી ઈશ્વર કરે તે બધુ ચાલે, but human are not allowed ??”

“દરેક માનવ મા ઈશ્વર વસેલો છે, એ સત્ય હકિકત છે તો પછી ઘણા લોકો શેતાન કેમ હોય છે? ઈશ્વર તો શેતાન નો વીરોધી છે”

અને આવા હજારો સવાલો ન જવાબ ના મળવા ને કારણે કેટલાય લોકો નાસ્તિક અથવા અધાર્મિક થઈ ગયા છે..

દુનીયા માં ટોટલ અત્યારે ૩% લોકો નાસ્તિક છે, અને તેની સંખ્યા વધવામા છે, અને ૧૨% અધાર્મિક છે, તેમા પણ ફ્રાન્સ મા તો ૩૨% લોકો નાસ્ટિક છે, અમેરીકા માં ૪%, યુકે માં ૧૭%, જર્મની માં ૨૦% અને જાણી ને નવાઇ લગશે પન આ જ જુવાલ હવે ભારત તરફ પન પ્રયાણ કરિ રહ્યો છે…

પ્રાચિ ભારત માં  6 વિશ્વ વિધ્યાલય હતી, તેમાની એક વિધ્યાલય પણ પ્રખર નસ્તિક્તા માં માનતી હતી…મતલબ કે નસ્તિક્તા નો પાયો તો વર્ષો પહેલા જ ખોદાઈ ચુક્યો છે ભારત માં…..

અને હા, એક વાત ના ભુલશો કે જે લોકો નાસ્તિક ચે તે કોઇ જેવા તેવા માણસો નથિ, મોટા ભાગના લોકો મોટા ફીલોસોફર છે, અને કદાચ તેને મોત આસ્તિક કહિ શકાય , ક,કે. તે લોકો એ ધર્મ મા ઊંડો રસ લિધો હશે, અને પછી તેને તેમા સવાલો જગ્યા હશે, અને એ જવાબો શોધ્વા મા તેઓ નિશ્ફળ રહ્યા હશે અને અંતે નાસ્તીક બની ગયા હશે..

એક મહાન નાસ્તિક ફિલોસોફર કહે છે ” All children are born atheist (નાસ્તીક), they have no idea of god “

હવે તમે કન્ફ્યુજ થઈ ગયા ને કે હવે શુ કરવુ ? તમે જ તમારી જાત ને નાસ્તીક ગણાવો છો, કે પછી આસ્તિક ? અને કે પછી અધાર્મિક ??

આ તો શ્રદ્ધા ની વાત છે ભાઇ, જે ગણાવો તે ગણાવજો પણ પહેલા પોતાની જાત ને ” માણસ” જરુર ગણાવજો… માનવતા એ પહેલો ધર્મ છે, અને એથી મોટો ધર્મ શાયદ કોઇ નથિ…

હવે રહી વાત પેલા સવાલો ની , તો એ માટે આપણે સહુ ” ટાઈમ મશીન ” બનવાની રાહ જોઇએ… અને એ માટે ” સ્ટિફન હોકિન્સ “સાહેબ ને અરજી કરીએ કે જલ્દી ટાઈમ મશીન બને …( તો ચાલો તમારી સહી કરવા)

વરસાદી મોસમ એટલે પ્રેમ, રોમાન્સ અને યૌવન ની મોસમ

” અરે આ બાઈક લઈને આવા વરસાદ માં ક્યા જાય છે ?- મારી મમ્મી એ થોડા મોટા અવાજ માં મારી સામે કચ કચ કરતા કહ્યુ….

“બસ આ વરસાદ માં થોડુ પલળવુ છે એટલે જ તો જાવ છુ”- મે હળવાશ થી બાઈક ને ઘર ની બહાર કાઢતા કહ્યુ

ને પછી કંઈ પણ સાંભળ્યા વીના બાઈક શરુ કરી રસ્તા પર દોડાવવાની શરુ કરી દીધી
ઉપર થી કાળા આકાશ માંથી વરસતો ધીમો ધીમો ઝરમર વરસાદ અને આજુ બાજુ લોકો ની ભાગ-દોડ

કોઇ છત્રી માં જોવા મળે તો કોઇ રેઇનકોટ માં, અને કોઇ તો કોઇ ઇમારત ની છત નીચે તેના સહારા માં ખડકાઇ જાય… ( જાણે વરસાદ ની ભીની મોસમ તેને સ્પર્શી ને તેને લૂંટી જવાની ના હોય ?, જાણે પહેલા કોઇના સબંધ માં કે કોઇના પ્રેમ માં લૂંટાઈ ગયા હોય અને અત્યારે કોઇ ના સહારે બેઠા હોય એમ )

પણ આમ છતાયે રસ્તા પર યૌવન છલકતુ સ્પષ્ટ નજરે ચડતુ હતુ…

બાઈક ધીમે ધીમે રસ્તો કાપતુ હતુ, અને વરસાદ ની બુંદો મને ધીમે ધીમે પ્રેમ થી ભીંજવી રહી હતી ( જેમ કોઇ પ્રિયતમા તેના પ્રિયતમ ને પ્રેમ ના અહેસાસ થી ભીંજવે)

” પહેલા વરસાદ નો સ્વાદ ખૂબ મજાનો હોય છે”

એ વાક્ય મને યાદ આવી ગયુ અને તરત જ મેં અંદર છુપાયેલી જીભ ને થોડુ ડોકિયુ કરવાની શરતે બહાર કાઢી અને વરસાદ ના એ અમુલ્ય બુંદો ને જીભ પર ઝીલ્યા …

વાહ ! વાહ !.. છ સ્વાદ તો માણ્યા તા’  આજ સુધી, પણ આ સાતમો ક્યાંથી ?

ખુબ તરસી થયેલી ધરતીને , વરસાદે પ્રેમ ની બુંદો ના અમીછાંટણા થી સંતોષી અને તેણે એક અલગ જ મહેક( સુગંધ) વાતાવરણ માં તરતી મુકી, પોતે હવે સન્ત્રુપ્ત થઈ છે એની સબિતી રૂપે!! ( કદાચ માણસ પણ પોતની સંત્રુપ્તિ ની દર વખતે સાબિતી આપતા શીખી જાય )

અન્ય અને યુવક-યુવતીઓ પણ આ નજાકત મોહકતા ને માણવા નીકળી પડ્યા હતા, વીના કોઈ ડરે, વીના કોઈ અણગમે, વીના કોઈ સગપણે

યુવતીઓ તો આમ પણ હર હમેશ એક આકર્શક “ફીરોમોન્સ”   છોડતી જ હોય છે,ને વળી આવા વાતવરણ માં વરસાદ ની હલકી બુંદો તેના સરસ, માસુમ ચહેરા(અપવાદ બાદ કરતા ), ગુલાબી હોઠ, રૂ જેવા પોચા અને ભરાવદાર ગાલ પર પડે અને  ભીંજવી મુકે તેના અંગ અંગ ને …

એટલે હવે આ ફિરોમોન્સ સાલો માદક ભીનો ફિરોમોન્સ થઈ જાય,અને ઉપર થી તેમાં ધરતી ની સંત્રુપ્તિ ની મહેક પણ ભળે,
બસ એટલે ફિરોમોન્સ ની સુગંધ તો બધા ને ઘાયલ કરીને યુવાનો ને આકર્ષવા મજબૂર કરી દે ( so aware of girls in  rain..ha ha ha )

આહા ! કેવુ રોમેન્ટિક….. રોમેન્ટીક….

( આંખ બંધ કરી ને કલ્પના થી અનુભવી લો, જો તમરુ યૌવન હજુ ખીલ્યુ ના હોય તો)

આવા માદક ભીના વાતાવરણ માં ભીના થયેલા હોઠ, પોતાના પ્રિયતમ ના ભીના હોઠ ને સ્પર્શવા કેટલા આતુર થતા હશે ? ( હાય રે! હુ તો કલ્પના માં જ ડુબી ગયો, પ્લીઝ ડોન્ટ ડીસ્ટર્બ)

આહા ! વરસાદી બુંદો થી ભીંજાયેલા નરમ નરમ બે હોઠ એક બીજાની નજીક આવે,હજુ વધુ નજીક આવે, અને અંતર ધીરે ધીરે ઘટતુ જાય અને અંતે થોડિ ખાલી રહેલી જગા પુરાઈ જાય….( તોબા તોબા)
( જે single છે તે આ દ્રશ્ય ની કલ્પના કરે, જે  Relationship માં છે તે કંઈક યોજના કરે, યુવાની વટાવી ચુકેલા યુગલો ફરી વાર યૌવન ની ભીની-ગરમ પળો ની યાદ તાજી કરે અને ફરી એક નવી શરુઆત કરે )

વર્ષા ને પ્રેમ ની,રોમાન્સ ની, યૌવન ની રૂતુ કહી છે, તો તેને ખાલી છોડી ને લજાવશો નહી પ્લીઝ !!!

જો દિલ માં ગમ હોય, કંઈક રંજ હોય,પ્રેમ તુટ્યા નુ અસહ્ય દર્દ હોય, તો વરસાદ મા પલળવાનુ ના ચુકતા, લોકો કદાચ તમારી લાગણી ને નહી સમજી શક્તા હોય, પણ આ વરસાદ જરૂર સમજશે ! એ તો સાચો મદદગાર છે,

તામારા તમામ દર્દો ને ભીંજવી ને, પોતાના માં ઓગાળી ને , તમારા થી અલગ કરી ને દુર સુધી વહાવી દેશે (તમારા થી ઘણે દૂર),

દુનિયા આખી ને પેટ પકડી ને હસાવનાર એક માણસ (ચાર્લી ચેપ્લીન) , ભીતર થી ખૂબ દુખી હતો, અને તે વરસાદ ને પોતાનો એક માત્ર સહારો માનતા કહેતો  “લોકો મારી આંખ ના આંસુ ના જુએ એટલે હુ વરસાદ માં ચાલવા નીકળી જાવ છુ”  ( વાહ રે!  કોમેડિયન તને  ઘણી રે ખમ્મા ….)

હવે SIX મારવા માટે ready થઈ જાવ, single  રન થી નહી ચાલે !!!!!!!! ( હુ SIX  મારી ને ઘરે પાછો આવી ગયો છુ હો,ચિંતા ન કરતા  )

Follow

Get every new post delivered to your Inbox.

Join 322 other followers